Search People

વિશ્વકર્મા સંકુલમાં અમાસની ઉજવણી તારીખ 08-12-2026, મંગળવાર
30 Jan 2022

       સૌ જ્ઞાતિજનોને......  જય વિશ્વકર્મા 🙏

         આથી સૌને જણાવવાનું કે આપણા દાદાના વિશ્વકર્મા સંકુલમાં કાર્તિક માસની અમાસની ઉજવણી, ભજન કીર્તન સાથે તારીખ 08/12/2026 ને મંગળવારે સવારે 9-00 કલાકથી સુંદરકાંડ પાઠ સાથે ધામધૂમથી કરવામાં આવનાર છે.

  જેમાં મહાપ્રસાદ સાથે ફરાળી પ્રસાદતથા સુંદરકાંડ પાઠની સેવા દાતાશ્રી અંબાલાલ વાડીલાલ સુથાર, વતન: દઢીયાળ તરફથી આપવામાં આવશે.

 આ પરિવારનો સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે અને દાદાના આશીર્વાદ સદાય મળતા રહે એવી સૌ પ્રાર્થના કરે છે.

    સૌ જ્ઞાતિજનોને વિશ્વકર્મા સંકુલમાં ઇલોરગઢ નિવાસી વિશ્વકર્મા દાદાની પાદુકાના દર્શન, ભજન અને પ્રસાદનો લાભ લેવા વિશ્વકર્મા સંકુલ, ઓગણજ, અમદાવાદ ખાતે સવારે નવ વાગ્યા પહેલાં ચોક્કસ પધારવા વિનંતી છે.

    અમાસની ફરાળી પ્રસાદી મહા-પ્રસાદ સિવાય પણ નોંધાવી શકાય છે.

 અમાસની પ્રસાદીની સેવા નોંધાવવા માટે સહમંત્રી શ્રી સીતારામ આર. સુથાર (વતન: મોદીપુર, હાલ: ચાંદખેડા) નો સંપર્ક કરવા વિનંતી છે.

મોબાઈલ ફોન 9426614498 પર સંપર્ક કરવો.

       સૌનો સાથ સમાજનો વિકાસ....

        .......જય વિશ્વકર્મા ........ 

લી. પ્રમુખ, મંત્રી તથા કારોબારી સભ્યો/ટ્રસ્ટી મંડળ,

પાટણવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ, અમદાવાદ, PGSSTA 

       આપનું  યથા યોગ્ય દાન આવકાર્ય છે.

અમાસ નિમિતે PGSSTA એપ્લિકેશનનો ઉપયોગ કરી દાન કરી ઓનલાઈન પાવતી મેળવી શકાશે.

PGSSTA  ડીજીટલ એપ્લિકેશન  સમાચાર ટેબમાં પ્રસારિત